ભારતના આ રાજ્યમાં મળ્યો ‘મંકીપોક્સ’નો કેસ, દુબઈથી આવેલા વ્યક્તિને લાગ્યો ચેપ

ભારતના આ રાજ્યમાં મળ્યો ‘મંકીપોક્સ’નો કેસ, દુબઈથી આવેલા વ્યક્તિને લાગ્યો ચેપ

ભારતમાં ફરી એકવાર મંકીપોક્સનો મામલો સામે આવ્યો છે. આ વખતે કર્ણાટકમાં આ બીમારીનો એક કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ દુબઈથી આવેલ એક વ્યક્તિ તપાસમાં વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે દુબઈથી આવેલા 40 વર્ષના એક વ્યક્તિ તપાસમાં મંકી પોક્સથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અને એવું કહેવાય છે કે કર્ણાટકમાં આ વર્ષે મંકીપોક્સનો આ પહેલો કેસ છે.

કર્ણાટકના આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે 22 જાન્યુઆરીએ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા ઉડુપી જિલ્લાના કરકલા વિસ્તારના 40 વર્ષીય પુરુષમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ, વ્યક્તિ છેલ્લા 19 વર્ષથી દુબઈમાં રહેતો હતો અને 17 જાન્યુઆરીએ કર્ણાટકના મેંગલુરુ આવ્યો હતો.

ફોલ્લીઓ અને તાવના લક્ષણો જોવા મળ્યા

કર્ણાટકના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે તે વ્યક્તિ દુબઈથી પાછો ફર્યો ત્યારે તેણે ફોલ્લીઓના લક્ષણો દર્શાવ્યા હતા. આના બે દિવસ પહેલા તેને તાવ પણ આવ્યો હતો. આ પછી વ્યક્તિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. આ પછી, વ્યક્તિના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને બેંગ્લોર મેડિકલ કોલેજ અને પછી NIV, પુણે મોકલવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *