પાટણ નગરપાલિકામાં જન્મ મરણ શાખામાં પોતાના સંતાનોના જન્મના દાખલાઓ માં સુધારા વધારા કરાવવા માટે વહેલી સવારથી જ વાલીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. જાણવા મળ્યા મુજબ નગરપાલિકાના જન્મ મરણ શાખાના કોમ્પ્યુટર સિસ્ટમમાં સોમવારે ગરબડ ઊભી થઈ હતી અને લગભગ સર્વર ડાઉન હોવાના કારણે આ સ્થિતિ સર્જાતા આખો દિવસ કામગીરી સ્થગિત રહી હતી.જેને કારણે મંગળવારે પણ મોટી સંખ્યામાં અરજદારો દાખલા માટે ઉમટી પડયા હતા. હમણાં જારી થયેલા નવા પરિપત્ર પ્રમાણેના દાખલાઓમાં અટક પાછળ રાખવાનો નિયમ આવતા તેના માટે પણ આ સુધારા કરવા માટે લોકો જન્મ મરણ શાખામાં આવતા હોય છે.
- January 23, 2025
0
40
Less than a minute
You can share this post!
editor