આજે 22મી જાન્યુઆરી 2025ના રોજ સોનાનો દર: સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. સવારે સોનાની સ્થાનિક વાયદાની કિંમત 79,535 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનું આજે એટલે કે 22 જાન્યુઆરીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 689 રૂપિયા વધીને 80,142 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મંગળવારે એની કિંમત 79,453 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. ગયા વર્ષે 30 ઓક્ટોબરે સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
એ જ સમયે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. એ 1,048 રૂપિયા વધીને 90,930 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ. 90,533 હતો. 23 ઓક્ટોબર, 2024ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી, જ્યારે એ પ્રતિ કિલોગ્રામ રૂ. 99,151 પર પહોંચી હતી.
સોનાની વૈશ્વિક કિંમત; બુધવારે સવારે વૈશ્વિક સોનાના ભાવમાં ઊંચો વેપાર જોવા મળ્યો હતો. કોમોડિટી માર્કેટ એટલે કે કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.33 ટકા અથવા 9.20 ડોલરના વધારા સાથે 2,768.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ગોલ્ડ સ્પોટ 0.28 ટકા અથવા $7.55 ના વધારા સાથે $2752.36 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.