આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો
દિવસ રાત્રીના તાપમાનમાં ફેરફારને લઈ બેવડી ઋતુનો અનુભવ: ડીસા સહિત જિલ્લામાં શિયાળાના ઉત્તરાર્ધે ઠંડીનું પ્રમાણ ઘટતું જોવા મળી રહેતા દિવસે સામાન્ય ગરમીનો અનુભવ થવા લાગ્યો છે જોકે હવામાન નિષ્ણાતના મતે આગામી બે ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધવાની શક્યતાઓ રહેલી છે પરંતુ અત્યારે તો દિવસનું મહત્તમ તાપમાન માં વધારો થતા 31 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે જેના કારણે પ્રજાજનોને ગરમીનો પણ અનુભવો થવા લાગ્યો છે ત્યારે લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા રાત્રિ દરમિયાન પડતી ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં અનુભવ થવા લાગ્યો છે ઋતુના બદલાતા માહોલ વચ્ચે ખેતીના ઉભા પાકોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે દિવસે આંશિક ગરમીનો અનુભવ થવા લાગતા મોલો મચ્છી અને જીવાત પણ ઉડવા લાગ્યા છે.
આગામી ૨૫ જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે: આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં ફરી એક ઠંડીનો રાઉન્ડ આવી શકે તેમ છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીમાં એકાએક ઘટાડો થયો છે. ત્યારે રવિ સિઝનના પાછોતરા વાવેતર થયેલ ખેતી પાકો માટે ખેડૂત વર્ગ પણ ઠંડીના નવા રાઉન્ડનો ઇન્તજાર કરી રહ્યા છે.
ડીસામાં મંગળવારે નોંધાયેલું તાપમાન: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે મોટાભાગે-ઉત્તરપૂર્વના સરેરાશ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇ દિવસ-રાતના તાપમાનમાં બે ડિગ્રીની વધ-ઘટ થતાં ઠંડી વધુ ઘટી છે દિવસનું મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયો છે ત્યારે લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે ટકા જોવા મળી રહ્યું છે જેના કારણે કેટલાક ભાગોમાં રહેલી સવારે ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે.