બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી કથિત રીતે સાત લોકોના મોત થયા હતા, જે બાદ પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. જોકે ઘટના જૂની છે. પોલીસને રવિવારે આ મૃત્યુ વિશે જાણ થઈ, તેમ છતાં પ્રથમ મૃત્યુ ચાર દિવસ પહેલા થયું હતું અને તમામ સાત લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક શૌર્ય સુમને જણાવ્યું કે તમામ મૃત્યુ લૌરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા છે. સ્થાનિકોએ મૃત્યુ માટે નકલી દારૂ પીવાને જવાબદાર ઠેરવ્યો હતો, પરંતુ એસપીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા બે મૃત્યુ પાછળ દારૂનું કારણ નથી. સુમને જણાવ્યું હતું કે એક વ્યક્તિને ટ્રેક્ટરની ટક્કર વાગી હતી, જ્યારે બીજો લકવો થઈ ગયો હતો.
પ્રથમ મૃત્યુ 15 જાન્યુઆરીએ થયું હતું
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “પહેલી મૃત્યુ 15 જાન્યુઆરીએ થઈ હતી, જોકે અમને આ ઘટના વિશે આજે જ ખબર પડી હતી. બાકીના પાંચ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી કારણ કે પોલીસને જાણ કરવામાં આવે તે પહેલાં તમામ સાત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.” પશ્ચિમ ચંપારણના ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર (ડીડીસી) સુમિત કુમારે જણાવ્યું કે મૃત્યુનું કારણ શોધવાનું મુશ્કેલ છે. અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.