માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મથક પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુર શહેરના કોજી ટાવર પાસે આવેલ વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે હિન્દૂ સમાજના અગ્રણીઓ હિન્દુ રક્ષક મહારાણા પ્રતાપને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને મહારાણા પ્રતાપ અમર રહો, ભારત માતાકી જયના નાદ સાથે તેઓને પુણ્યતિથિ પર તેમને સત સત નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા અગ્રણી જશવંત સિંહ વાઘેલા, બાવનસિંહ રાજપુત, ભુપેન્દ્રસિંહજી ચૌહાણ, દશરથજી રાજપુત સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- January 20, 2025
0
84
Less than a minute
You can share this post!
editor