ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયા પછી કપાયેલી દોરી અને રસ્તા ઉપર પડેલા ગૂંચળા અબોલ એવા પક્ષી જીવો માટે જીવલેણ સાબિત થાય છે. કેમ કે માર્ગમાં પડેલા આ દોરીના ગૂંચળા પક્ષીઓના પગમાં ફસાઈ જતા હોય છે અને તે પક્ષીઓ માટે ઘાતક સાબિત થતા હોય છે ત્યારે ડીસાનો એક સેવાભાવી યુવક આવા જીવલેણ દોરીના ગૂંચળાને લોકો પાસેથી સ્વખર્ચે પ્રતિ કીલો રૂપિયા 200 ના ભાવે ખરીદી તેને ભેગા કરી સળગાવીને નષ્ટ કરીને અબોલ જીવોની અનોખી સેવા કરી રહ્યો છે.
ઉત્તરાયણનું પર્વ પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો એક અનેરો અવસર છે પણ ઉતરાયણ પૂર્ણ થઈ ગયા પછી રસ્તા ઉપર ઠેરઠેર પડેલા કપાયેલા પતંગ અને તેની દોરાના ગૂંચળા અબોલ પક્ષીઓના પગમાં ફસાઈ જતા તે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસાના એક સેવાભાવી યુવક વિજયભાઈ જેઠવા પોતાના રૂપિયાથી બાળકો અને લોકોને અપીલ કરી આવા દોરીના ગૂંચળા તેમની પાસેથી 200 રૂપિયાના ભાવે ખરીદે છે અને તે ગૂંચળા ભેગા કરી સળગાવીને તેનો નાશ કરી અબોલ જીવોની રક્ષાનું અનોખું સેવા કાર્ય કરી રહ્યો છે.તેમની આ સેવાને લોકોએ મુક્ત કંઠે બિરદાવી હતી.