થરાદ રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત

થરાદ રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત

થરાદના રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. પ્રથમ અકસ્માતમાં એક બાઈક ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન બીજો અકસ્માત સ્કૂલ વાન અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રેલર ગાડીએ અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી સ્કૂલ વાનના ડ્રાઈવરની બેદરકારીને કારણે વાન ટ્રેલર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. બંને અકસ્માતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ વિસ્તારમાં વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફેલાયું છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં ટ્રાફિક નિયમનની વધુ કડક અમલવારી અને માર્ગ સલામતીના પગલાં લેવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *