ગામડાની નિરાધાર પ્રોપર્ટીને આધાર આપવાનું કામ સ્વામીત્વ યોજના એ કર્યું છે. ગામડાઓમાં ગામતળની મિલકતો કાયદાકીય રીતે નાગરિકોના હાથમાં આવે અને હકથી તેઓ બેંકમાં લોન કે અન્ય સહાયો લઈ શકે તે માટે દિલ્હીથી વડાપ્રધાને વહીવટી તંત્રને સાથે લઈ સ્વામીત્વ યોજનાનું મોટું અભિયાન આરંભ્યુ છે. એમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે સ્વામીત્વ કાર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યું હતું.
ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય અને રાજ્ય સરકારના મહેસુલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગથી પ્રેરિત આજે બેચરાજી તાલુકાના રણેલા ગામે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ૪૨૩ લાભાર્થીઓને સ્વામીત્વકાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગામડામાં નાગરિકને પોતાના માલિકીપણાંનો ભાવ પેદા કરતું સ્વામીત્વ કાર્ડ વરદાન સમાન છે. ૨૧ મી સદીના મધ્ય ભાગમાં વર્ષ ૨૦૪૭ માં દેશ વિકાસશીલમાંથી વિકસિત બનવાનો છે ત્યારે વડાપ્રધાને દેશની પ્રતિભાને દેશમાં તકોની અનેક ક્ષિતિજો ખોલી છે.
ગુજરાત મોડલમાં એ માટે સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગવી ઓળખ બનાવી ચૂક્યું છે આજે દુનિયાની આંખોમાં આંખ મેળવીને વાત કરવાની દેશની ક્ષમતા વડાપ્રધાને ઉભી કરી છે. મિલકતના કાયદાકીય કાર્ડને ખાસ અભિયાનથી આરંભ કર્યો છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાના પ્રશ્નોને ઉકેલવાનો માર્ગ નરેન્દ્ર મોદીની સરકારે કરેલ છે. યુવાઓમાં માઈન્ડથી માર્કેટ સુધીની સ્ટાર્ટઅપ પોલિસી અમૃત મહેસાણા મિશન માટે કલેકટરને પણ ધન્યવાદ આપવા પડે કે એમણે વડાપ્રધાનના સ્ટાર્ટઅપના સ્વપ્નને સાકાર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે જેના કારણે મહેસાણા પણ મોટું આઈ હબ બનશે.
આ કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા અને નશા વિરોધીના શપથ લીધા હતા તેમજ સ્વામિત્વ યોજના અંગેનું દસ્તાવેજ ચિત્ર પણ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના લાઇવ કાર્યક્રમને પણ ગ્રામજનોએ નિહાળ્યો હતો. સ્વામિત્વ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને દેશના લગભગ ૫૦ હાજર ગામોમાં ૬૫ લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને યોજનાના કાર્ડ ધારકો સાથેના સંવાદ કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિત સર્વે નિહાળ્યું હતું