બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન કેસમાં પોલીસ સતત ખુલાસા કરી રહી છે. એક પછી એક નવા અને મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે મુંબઈ પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એ પણ ખુલાસો કર્યો છે કે આ કેસમાં આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ થાણેથી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પોતાની ઓળખ બદલીને મુંબઈમાં રહેતો હતો. જ્યારે પકડાયો ત્યારે તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને જુદા જુદા નામ આપ્યા. હાલ તેનું નામ બહાર આવ્યું છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બાંગ્લાદેશનો રહેવાસી છે.
પકડાયેલ આરોપી વિજયદાસના નામે રહેતો હતો. તેની પાસે કોઈ ભારતીય દસ્તાવેજો નથી જે સાબિત કરી શકે કે તે ભારતીય રહેવાસી છે. પોલીસને શંકા છે કે તે બાંગ્લાદેશનો વતની છે. હાલ પોલીસે આ કેસમાં આરોપીનું નામ જાહેર કર્યું છે. મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે આરોપી વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઈલ્યાસ સહિત અનેક નામોનો ઉપયોગ કરી રહ્યો હતો. હવે એ વાત સામે આવી છે કે તેનું અસલી નામ શહેઝાદ છે. આરોપીઓ ચોરીના ઈરાદે પ્રવેશ્યા હતા. સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને હાલ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. પકડાઈ જવાના ડરથી તે પોતાનું ખોટું નામ વિજય દાસ જણાવતો હતો. આરોપી મુંબઈમાં હાઉસકીપિંગ કર્મચારી તરીકે કામ કરતો હતો.
આ બાબતે હજુ વધુ માહિતી બહાર આવી નથી. પોલીસનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં વધુ ઘણા ખુલાસા કરશે. આરોપી છેલ્લા સાત-આઠ મહિનાથી મુંબઈ અને થાણેમાં અલગ-અલગ જગ્યાએ કામ કરતો હતો. ધરપકડના ડરથી તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.