જિલ્લા એલસીબી પોલીસે થરાદ ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે બોલેરો પિકઅપ ગાડીમાંથી 5.51 લાખની કિંમતની 1493 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે બુટલેગરને પણ પકડી લીધા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે થરાદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ બોલેરો પિકઅપ (GJ04AT5966)ને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વાહનમાંથી ઓખારામ મેસાજી દેવાસી (રહે. કારોલા, સાંચોર) અને જોધારામ રામાજી દેવાસી (રહે. પાલડી, સાંચોર)ને ઝડપી પાડ્યા હતા.પોલીસે દારૂની બોટલો ઉપરાંત 5 લાખની કિંમતની બોલેરો પિકઅપ અને 5 હજારનો મોબાઈલ મળી કુલ 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પુખરાજ કિશનલાલ વિશ્નોઈ (રહે. મનમોહન હોસ્પિટલની સામે, સાંચોર) નામનો એક આરોપી હજુ ફરાર છે. થરાદ પોલીસે આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવને પગલે અસામાજિક તત્ત્વો માં ફફડાટ ફેલાયો હતો.
- January 19, 2025
0
32
Less than a minute
You can share this post!
editor