છૂટાછેડાને લઈને મેલાનિયાનું અકળ મૌન છતાં ટ્રમ્પના સમર્થનમાં આપ્યું સૌથી મોટું નિવેદન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં થયેલી હાર બાદ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલી વખત પોતાનુ મૌન તોડ્યુ છે. ટ્રમ્પ સાથે મેલાનિયા છુટાછેડા લેવા માંગે છે તેવી વહેતી થયેલી અટકળો વચ્ચે પહેલી વખત મેલાનિયાએ નિવેદન આપતા કહ્યુ છે કે, અમેરિકાના લોકો માટે નિષ્પક્ષ ચૂંટણી યોજાવી જોઈએ. દરેક કાયદેસર વોટ ગણાવો જોઈએ અને ગેરકાયદેસર મતને ગણતરીમાં લેવામાં ના આવે. આપણા લોકતંત્રની રક્ષા માટે પારદર્શિતા બહુ જરુરી છે.

જોકે મેલાનિયાએ પોતાના છુટાછેડાની અટકળો અંગે કોઈ નિવેદન હજી સુધી આપ્યુ નથી. આ પહેલા ટ્રમ્પે પણ ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેલાનિયાએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવુ જ નિવેદન આપીને તેમનુ સમર્થન કર્યુ છે.

જોકે જે સવાલ લોકોના મનમાં છે તેના પર તો મેલાનિયાએ એક શબ્દ ઉચ્ચાર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયાના એક પૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં હાર બાદ હવે તે ટ્રમ્પનો સાથ છોડી શકે છે. એક બ્રિટિશ અખબારે મેલાનિયાની પૂર્વ સહોયગી સ્ટેફની વોલ્કોકના હવાલાથી દાવો કર્યો છે કે, મેલાનિયા સમાધાન માટે વાતચીત કરી રહી છે. જેમાં પુત્ર બેરનની સાથે ટ્રમ્પની સંપત્તિમાં બરાબરની હિસ્સેદારી માંગવામાં આવી રહી છે. વ્હાઈટ હાઉસમાં પણ ટ્રમ્પ અને મેલાનિયા અલગ-અલગ બેડરુમમાં સુએ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.