તહેવારોમાં ભેદભાવ કે વૈશ્વિક અસર એ નક્કી કરવું પડે

તહેવારોમાં ભેદભાવ કે વૈશ્વિક અસર એ નક્કી કરવું પડે

ખાસમ ખાસ; ડૉ.ભાવેશ પંડ્યા, ગમતી નિશાળ,પાલનપુર

આપણો દેશ ભારત કહેવાય છે કે આખી દુનિયાનો નાશ થાય અને ભારત એકલું વિશ્વમાં રહે તો પણ દુનિયાના બધા જ ધર્મો જીવંત રહે. વસુદેવ કુટુમ્બકમની ભાવના ધરાવતો દેશ છે. અહીં દરેક ધર્મ અને એના ઉત્સવો વિશેષ રીતે ઉજવવામાં આવે છે. ડિસેમ્બર મહિનો શરૂ થાય ત્યારે સૌ નાતાલની ઉજવણી માટે તૈયાર હોય. જ્યાં સુધી આપણા દેશની વાત છે ત્યાં ક્રિશ્ચન પણ મોટી સંખ્યામાં ભારતના નાગરિક તરીકે દેશમાં રહે છે. મુસ્લિમ પણ મોટી સંખ્યામાં છે. ત્યારે જણાવવું જરૂરી છે કે, નાતાલના તહેવારમાં ચાર ખીલા  સાથે જડાયેલા જીસસ યાદ આવે છે. આ સામે ઉત્તરાયણ કેમ ઉજવાય છે એ જાણનાર ખૂબ ઓછા છે.પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહ નેકોઇ યાદ કરતું નથી.

થોડા દિવસો પહેલા નાતાલ અને કેટલાક દિવસો પહેલાં મકરસંક્રાંતિનો પાવન તહેવારો ઉજવાયા. મકર સંક્રાંતિને દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ આ વેદવ્યાસજી દ્વારા મહાભારતમાં અપાયેલ બહુ મોટો સંદેશો છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક હતું. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કરીને કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા છેવટે ભીષ્મ પડી ગયા એ પછી કૌરવો ખતમ થઈ ગયા.

દરેકના પરિવારમાં એક ભીષ્મ હોય. જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે કે આપણે સૌ ટકી શકીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી. આપણે સુખી છીએ. જ્યારે હકીકત એ હોય કે પરિવારના ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય છે. જેથી કરીને આપણને મુશ્કેલી અનુભવાતી જ નથી.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ન પહોંચવા દેનાર એ વ્યક્તિ કોણ છે ? તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન શક્ય હોય તો કરવામાં આવે છે. પરંતુ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

ખાસ ચટાકો: મને ઇસ તરહ સે જીંદગીકો આસન કર દિયા, કિસી સે માંગલી માફી,કિસી કો માફ કરદીયા.

ડૉ.ભાવેશ પંડ્યા, ગમતી નિશાળ,પાલનપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *