આરોપીએ હરાજીમાં લીધેલ પ્લોટ નો કબજો આપવા લીધી હતી 15 લાખની લાંચ
લાંચ કેસમાં તલાટી શંકાના દાયરામા હોય એસીબી દ્વારા તપાસ કરાશે: વડગામ તાલુકાના છાપી ગામે હરાજી માં લીધેલ પ્લોટ નો કબજો આપવા પ્લોટ માલિક પાસે થી પંદર લાખની લાંચ લેનાર સરપંચ પતિ તેમજ બોર ઓપરેટરના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આ બન્ને આરોપીને પાલનપુરની સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જોકે લાંચ કેસ માં ગ્રામ પંચાયતનો તલાટી શંકાના દાયરામાં હોય તેમની પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામા આવશે. વડગામ તાલુકાના છાપી ગામની જીઆઇડીસી માં છ વર્ષ અગાઉ જાહેર હરાજી થી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જેનો વિવાદ થયા આ હરાજી રદ કરાતા પ્લોટ ઘારકોએ વિકાસ કમિશ્નર ગાંઘીનગર રીવીઝન અરજી કરતાં જિલ્લા વિકાસ અધિકારીના હરાજી રદ કરવાના હુકમ રદ કરી પ્લોટ ઘારકોની તરફેણમાં હુકમ કરેલ હતો તેમ છતાં પંચાયત દ્વારા હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી મનાઇ હુકમ માંગી ગામ પંચાયત દ્વારા એક પ્લોટ ધારકના પ્લોટનું બાંધકામ તોડી તમામ પ્લોટનો કબજો લઇ આ જગ્યા પંચાયતની માલીકીનાં હોવાનું બોર્ડ માર્યું હતું.
જેને લઇ પ્લોટ ધારકે ગ્રામ પંચાયતનો વહીવટ કરતા પતી મુકેશભાઇ કામરાજભાઇ ચૌધરીને હાઈકોર્ટમાં કરેલ રીટ પીટીશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ઘારકોને પ્લોટની માલીકી પરત આપવા જણાવતા સરપંચ પતીએ તેમની પાસે રૂ.50 લાખની લાંચ માંગી હતી અને અંતે 35 લાખમાં સોદો નક્કી કરી છાપીના જ્યોતિ નગરના સુકુંન વિલામાં પ્લોટ ધારક પાસે થી 15 લાખની લાંચ લેતાં અમદાવાદ એસીબીની ટીમે સરપંચ પતિ મુકેશ કામરજભાઈ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર ને ઝડપી પાડ્યા હતા કોર્ટે આ બન્ને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતા બન્ને આરોપીને પાલનપુરની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા જોકે છાપી ગ્રામ પંચાયતની તલાટી સામે પણ આગાઉ રજૂઆતો થયેલી હોય આ લાંચ કાંડમાં તલાટી શંકામાં દાયરામાં હોય તેમની સામે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.