નેશનલ હાઇવે રોડ પર દારૂની બોટલો વેરાઈ જતાં ચાલકનો ભાંડો ફૂટ્યો ચાલક ઇક્કો ગાડી મૂકી ફરાર સુઇગામ પોલીસ ઘટના પર પહોંચી તપાસ નો દોર શરૂ કર્યો: ગતરોજ વાવના સુઇગામ નેશનલ હાઇ-વે રોડ પર વાવ તરફ થી સુઇગામ તરફ વિદેશી દારૂ ભરેલી ઇક્કો ગાડી નંબર જી.જે.31 બી.એ.0866 ના ચાલકે સ્ટ્રેનિગ પરથી કાબુ ગુમાવી દેતા ઇક્કો ગાડી એ રોડ પર પલટી મારી દેતાં દારૂની બોટલો રોડ પર જાહેરમાં વેર વિખેર થઈ જતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. આ બાબત ની જાણ સુઇગામ પોલીસ ને થતાં સુઇગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુઇગામ પોલીસ મથક બોર્ડર નું મથક હોઈ રાજ્ય સરકારે પી.એસ.આઇ તેમજ પી.આઇ અને બોર્ડર પી.એસ.આઇ ની પોસ્ટ હોવા છતાં આ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂ ની પ્રવૃત્તિ ઓ એ ભારે માઝા મૂકી છે.સુઇગામ કસ્ટમ રોડ પર થી રાજસ્થાન માંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઓ કચ્છ અને કાઠિયાવાડ માં પહોંચી રહી છે.શુ આ બાબતે સુઇગામ પોલીસ અજાણ હશે? કે પછી ઉલ્ટા ચશ્માં પહેરેલા હશે જેવા અનેક સવાલો લોકો માં ચર્ચાસ્પદ બન્યા છે.ત્યારે આ ઇક્કો ગાડી માં કેટલો વિદેશી દારૂ નો માલ હતો ક્યાંથી ભરેલો હતો અને કોને કઈ જગ્યા એ આપવાનો હતો જે બાબતે તપાસ કરવી જરૂરી બન્યું છે..