ડીસા સતત વિકાસ તરફ હરનફાળ ભરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી ત્યારે આ વાત છે ડીસા ના ઉમિયાનગર મેઘદૂત સોસાયટી વસુંધરા સોસાયટી, કછી કોલોની થી લઇ મુખ્યમાર્ગ કહી શકાય તેવો પાટણ હાઇવે ને જોડતો મુખ્ય રોડ લાંબા સમય થી બિસ્માર હાલત માં છે આ રોડ જે વખતે બન્યો તે સમયે પણ વિવાદમાં રહ્યો હતો બાદમાં પાલિકાના જે તે વખત ના સત્તાધીશ એ રાતો રાત આ રોડ બનાવી નાખતા સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી જોકે હાલમાં આ રોડ નિ હાલત ખરાબ જોવા મળી રહી છે કેમ કે રોડની સાઈડમાં આવેલી ગટર ખુલી હોઈ જોખમી બની રહી છે અહીંથી પસાર થતા વાહચાલકો પણ આ ખુલ્લી ગટર ના કારણે સતત ભય અનુભવિ રહ્યા છે.
આ ઉપરાંત આ ખુલ્લી ગટરમાં ભૂંડ, શ્વાન,પણ મૃત હાલત માં પડેલા હોવાના કારણે સતત દુર્ગંધ મારતા હોય છે રોડ ની સાઈડ ખુલી ગટર છે તેમજ તેને પ્રોટેકસન દીવાલ પણ ના હોવાના કારણે રોડની સાઈડો પણ સતત તૂટી રહી છે જેના કારણે કોઈવાર મોટી દુર્ઘટના સરજાઈ શકે તેમ છે આ ઉપરાંત રાત્રી સુમારે પણ કોઈવાર આ રોડની લાઈટો બંધ હોવાના કારણે આ રોડ સુમસામ બની જાય છે મુખ્ય માર્ગ કહી શકાય તેવો આ રોડ સતત વાહનો થી ધમધમતો રહે છે પાટણ હાઇવે ની અનેક સોસાયટી સાથે માર્કેટયાર્ડ જોડતા આ મુખ્ય રોડ ને પાલિકા તંત્ર દ્વારા નવો બનાવી રોડની બન્ને સાઈડ પ્રોટેકશન દીવાલ બનાવવી પણ ખુબજ જરૂરી છે આ રોડ ના નવીનીકરણ માટે પાટણ હાઇવે સ્થિત અનેક સોસાયટી ના રહીશો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.