ધીરજ અને સંતોષ જીવનને સફળ બનાવવાની માસ્ટર કી…

સંજીવની
સંજીવની

લોભને આપણે બે રીતે મુલવીએ, ઓળખીએ છીએ, પહેલા લોભ એટલે લોભી, કંજુસ જેનો જીવ ટુંકો છે, ખર્ચ કરતાં રૂપિયા પોતાના માટે કે બીજા માટે વાપરવાનો જીવ નથી ચાલતો. બીજા નંબરે લોભ એટલે લાલચ. ગમે તેટલું મળ્યા પછી કે મેળવ્યા પછી પણ જે મેળવ્યું છે તે ઓછું પડે અને હંમેશા વધુ મેળવવાના પ્રયાસો કર્યા કરે. બેમાંથી એકેય પ્રકારનો લોભ સારો નથી. આપને જાણીને નવાઈ લાગશે કે લોભ એ માનસિક પ્રોબ્લેમ છે. ઉપરોકત બંને પ્રકારના લોભીઓ બધાની આસપાસ હોય છે જેમને તમે સારી રીતે જાણો છો કે કદાચ અનુભવ્યા પણ હશે. કોઈ માણસને લોભ કરવો હોય કે ન કરવો હોય તે થઈ જતો હોય છે. જરૂરી નથી કે દરેક માણસ બાયબર્થ લોભી હોય, ઘણીવાર સંજાેગો કે પરીસ્થિતિ માણસમાં તેના સ્વભાવમાં કે તેના વિચારોમાં પરિવર્તન લાવી દેતા હોય છે.
આપણા સમાજમાં ઘણા એવા માણસો છે જે મહેનત કરી ખુબ સારૂં કમાય છે, ખુબ સુખી છે, છતાં તેમની લાઈફ સ્ટાઈલ એ જ હોય છે જે પહેલા હતી. આજે પણ એ જ રીતે મહેનત કરે છે. જે પહેલા કરતા હતા. બધા સાથે એ જ પ્રકારનો વ્યવહાર, વાતચીત, સમાજ તથા મિત્રો સાથેના સંબંધો જેમાં રૂપિયા થઈ જવાથી કોઈ ભેદ, ફરક નથી દેખાતો. જ્યારે પણ તેઓ ધાર્મિક કે સામાજીક પ્રસંગોમાં જાય ત્યાં સમાજ માટે, ધર્મ માટે આંખો બંધ કરી રૂપિયા વાપરે, પરિવાર કે મિત્રો સાથે હરવા ફરવા કે જાત્રાએ નીકળ્યા હોય ત્યારેય કોઈ કચાશ ન રાખે. પોતાની પસંદ ના પસંદ ભુલી પરિવાર મિત્રોને શું ગમે છે, તે બધું કરી અનોખો સંતોષ અનુભવે છે કે મને કાંઈક કરવાનો અવસર મળ્યો.
અમારા એક લેકચરમાં આવી જ વાત નીકળી અને તે વાત પર સવાલ જવાબો થયા. દરેકને સંતોષકારક જવાબ મળતાં આનંદ થયો ત્યારે મેં અને ડૉ.કૌશલે જણાવ્યું હતું કે, જીવનમાં આગળ વધવા પ્રગતિ કરવા સતત પ્રયત્નો કરતા રહેવું જાેઈએ. શરૂઆતમાં કદાચ અસફળતા મળે તો પણ ધીરજપૂર્વકના કરેલા દરેક પ્રયત્નો ના સારા પરિણામો અવશ્ય મળે છે. સારા પરિણામો મળવાના શરૂ થયા પછી જે કાંઈ મેળવ્યું છે, મેળવી રહ્યા છો તેમાં સંતોષ માનવો જાેઈએ અને એ જ ઝડપે આગળ વધવું જાેઈએ. કાંઈક મેળવ્યા પછી માણસની વૃત્તિ બદલાઈ જાય છે અને બીજા લોકો ફાયદો નફો લઈ લે તે પહેલાં પોતે શકય તેટલું વધુ મેળવી લેવાના પ્રયાસોમાં લાગી, સારૂં ખરાબ, સાચું ખોટું અને ધર્મ-અધર્મ ભુલી જાય છે અને આ દોડમાં માણસો તેમનું સુખચેન, મનની શાંતિ ગુમાવવાનું શરૂ કરી બીમારીઓને નિમંત્રણ આપવાનું શરૂ કરે છે. અજાણતા શરૂ થયેલું આ અભિયાન કયારેક ભારે પડે છે. માટે દરેક માણસે એ રીતે જીવનના દરેક ફિલ્ડમાં આગળ વધવું જાેઈએ કે પોતે કમાયેલા રૂપિયા પોતાના માટે પણ વાપરી શકે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકે વિગેરે.
તે સમયે જ ઘણાં બધાંએ નક્કી કરી લીધું કે હવે તમારી આપેલ સમજણ પ્રમાણે જ કામ કરશું, ધીરજ અને સંતોષ રાખશું, બધા જ માણસો પોતાની મેળે દરેક કામ કરી શકે તે જરૂરી નથી. છતાં થોડા દિવસો સુધી નિયમિત પ્રયત્નો સફળતા અપાવી શકે છે.
મુરલીભાઈ અમારા કાંદીવલી (વે.) સ્થિત પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એપોઈન્ટમેન્ટ લઈ આવ્યા અને ડૉ.કૌશલને મળ્યા. તેમનો પરીચય આપી જણાવ્યું કે, અમારા સમાજે તમારૂં લેકચર રાખ્યું તે સરકયુલર વાંચી બધા લલચાયા અને આવ્યા. બાકી અમારે ત્યાં હાજરી બહુ ઓછી હોય છે. જમણવાર સાથેના કાર્યક્રમોમાં પણ તમારા લેકચરમાં લોકો જે ઉત્સાહથી આવ્યા હતા તેના કરતાં વધુ આનંદ સાથે છુટા પડયા અને છેક સુધી બેઠા. હું પણ તેમાંનો જ એક છું. બીજા બધા સાથે મેં પણ તમે કહ્યું તેમ કરવાનું નક્કી કર્યું, પ્રયત્નો કર્યા પણ મને સફળતા ન મળી.જાેકે બીજા અનેક તમારી સુચના પ્રમાણે સકસેસફુલી આગળ વધી રહ્યા છે.
મુરલીભાઈએ કહ્યું, રોજ ઘરેથી નક્કી કરીને નીકળું કે ઓવરલોડ કામ નહીં કરૂ પણ દુકાને પહોંચ્યા પછી થોડીવારમાં હતું તેમનું તેમ..માણસોને દોડાવવા પડે, ફેકટરીમાં વર્કરોને કે દુકાનમાં સેલ્સમેનને લડવું પડે, કામ સ્લો થાય, પાર્ટી નારાજ થાય, કંપનીનું નામ ખરાબ થાય, નુકશાન થાય છે, લોકોને ફોન કરી સાચી ખોટી વાત કરી સાચવવા પડે છે. તમે કહ્યું ત્યારથી સમજાઈ ગયું છે અને મારે કોઈ બિમારીને આમંત્રણ નથી આપવું એટલે જ તમારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યો છું..તમારા લેકચરે કોણ જાણે કેટલાયની આંખો ખોલી દીધી હવે મને પણ જલદી લાભ લેતો કરી દો.
મુરલીભાઈ આ થેરાપી વિશે બધું જાણતા હતા એટલે સામાન્ય વાતો કરી, ફોર્માલીટી પુરી કરી ડૉ. કૌશલે તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી. મુરલીભાઈ પહેલેથી સ્ટ્રેસ અને ટેન્શનમાં ગળાડુબ હતા એટલે તેમને ટ્રાન્સમાં લઈ જઈ મેન્ટલી અને ફીઝીકલી રીલેકસ કરવાનું શરૂ કર્યું. મુરલીભાઈનો મેન્ટલ અને ફીજીકલી સ્ટ્રેસ અને ટેન્શન જેમ ઓછા થતા ગયા તેમના ચહેરા પર આનંદ અને તાજગી, ફ્રેશનેસ ઝળકવા લાગ્યા. ધીરે ધીરે તેમના નિર્ણયો પ્રમાણે કામ કરવા લાગ્યા, રેગ્યુલર સીટીંગ્સ લેવાથી મુરલીભાઈને રોજ પહેલાં કરતાં વધુ સારૂં લાગવા માંડયું. એટલે મુરલીભાઈએ તેમની દુકાન, ઓફિસ અને ફેકટરીના સ્ટાફ માટે ટ્રેનીંગ પ્રોગ્રામ માટે ડેઈટ માગી અને કહ્યું તે બંને દિવસે હું અને મારૂં ફેમીલી પણ ટ્રેેનીંગમાં જોઈન્ટ થાશું. તમે ડેઈટ આપો એટલે હું પ્રોપર પ્લાનીંગ કરી શકું કે ૧૦૦ ટકા સ્ટાફની હાજરી હોઈ શકે, જરૂર પડે એક શનિવાર ફેકટરી અને દુકાળમાં રજા રાખશું.. મુરલીભાઈની સીટીંગ્સો આગળ ચાલતા તેમના દરેક પ્રોબ્લેમો દુર થતા ગયા, આખો દિવસ કામ કરી મેન્ટલી અને ફીઝીકલી ફ્રેશ રહેવા લાગ્યા. કામની નક્કી કરેલી લીમીટ પ્રમાણે જ કામ કરવા લાગ્યા. હવે ગુસ્સો કામનું ટેન્શન ગાયબ થતાં તે ઉત્સાહ પૂર્વક સ્ટાફને કહેવા લાગ્યા…
જેનાથી હું બદલાયો છું તે ટ્રેનીંગ તમારા બધા માટે નક્કી કરી છે. તેમનામાં આવેલા પરિવર્તનો બદલ ડૉ.કૌશલ અને કલીનીકલ હીપ્નોથેરાપી તથા માઈન્ડ પ્રોગ્રામીંગનો આભાર માન્યો. આજના સમય અને સંજાેગો પ્રમાણે સેલ્ફ હીપ્નોટીઝમ સ્કૂલ લાઈફથી જ શીખી લેવું સલાહભર્યું છે, ઉપયોગી છે. આ બાબત વધુ માહિતી માટે ડૉ.બી.કુમારનો સંપર્ક કરવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.