સનાતન દિવ્ય સંસ્કૃતિ દર્શાવતા વિશાળ મંડપમમાં લાખો ભક્તો સંતો ઉમટી પડ્યા: ભારત દેશની સનાતની દિવ્ય સંસ્કૃતિ પુન: સ્થાપનામાં આજીવન પવિત્ર ૫૦ હજાર બ્રહ્માકુમારી બહેનો દ્વારા મહાકુંભ મેળામાં અનેક આકર્ષણ ચેતન્ય ઝાંખી સાથે ઈશ્વરીય જ્ઞાન ભારતીય પરંપરાને દર્શાવતા મહાભારત મંડપમ સર્વના આકર્ષણનો કેન્દ્ર બનેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર અહીં ૧૪૪ વર્ષમાં આવનાર મહાકુંભ ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ પરના ઉદ્દેશોને લઈ દેવી દેવતા સાથે સુવર્ણ યુગ સાધુ સંતો ભક્તોના સત્કાર સાથે દિવ્ય સંસ્કૃતિને જીવન શૈલી બનાવવા હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનો પ્રેરણા આપી રહ્યા છે મેળાની સંયોજક બ્રહ્માકુમારી મનોરમાબહેને દેશમાં સર્વ ભક્તોને વર્તમાન સમય વ્યસનનો વિકારો અવગુણનો ત્યાગ કરી આધ્યાત્મિકતા ઈશ્વરય જ્ઞાન અને રાજયોગ દ્વારા સ્વયનુ મહાપરિવર્તન કરવા અપીલ કરેલ. અહીં દરરોજ સેક્ટર ૭ માં દેશભરના મહામંડલેશ્વરો અખાડાઓના સંતો ભક્તો મોટી સંખ્યામાં આકર્ષક વિશાળ ચૈતન્ય ઝાંખીઓ રાજયોગા અનુભૂતિ કક્ષ અને દિવ્ય સંસ્કૃતિની મોડેલ્સથી પ્રેરણા લઈ રહેલ છે મહાકુંભના અંતિમ દિવસ સુધી અહીં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.