બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાલકની અટકાયત

બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાલકની અટકાયત

બનાસકાંઠા જિલ્લા એલસીબીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી: જિલ્લામાં પહેલીવાર સૌથી વધુ મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી ઝડપી લીધો 95 લાખ થી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે અને બાડમેર રાજસ્થાન વાળા સવાઈરામ જેરામ બાડમેર રાજસ્થાનનાવાળા ચાલકની અટકાયત કરી લીધી છે. બનાસકાંઠા એલસીબીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરીને રાજસ્થાનના આબુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલ સિમેન્ટના મીક્ષર બંકરમાંથી 1256 પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 21,768 બોટલો ઝડપી લીધી છે. જેની આશરે કિંમત 95 લાખ 27 હજાર 640નો દારૂ ઝડપી લીધો છે. એલસીબી દ્વારા દારૂ સહિતે આશરે 20 લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

મહત્વનું એ છે કે નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા પોલીસને દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે અને રાજસ્થાનના બુટલેગર દ્વારા ગુજરાતમાં દારૂ ઉછાળવાના કીમિયાને બનાસકાંઠા એલસીબીની ટીમે નાકામ કરી દીધો છે. હાલમાં પોલીસે દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *