આપની આજ 09-11-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : કૌટુંબિક કાર્યમાં વિઘ્ન સૂચવતું આ સપ્તાહ વેપાર-ધંધાના ક્ષેત્રમાં પ્રગત્તિ કરાવે. નોકરાયીત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વાદ-વિવાદમાં ન ઉતરવું હિતાવહ. મહત્વના કાર્યો પાર પડે તેમજ રોકાયેલા નાણાં છૂટા થાય. મોજ-શોખમાં વધારો કરનારી વસ્તુની ખરીદી થાય. પ્રવાસ ટાળવો હિતાવહ.

વૃષભ : સૌ પ્રથમ તો ખાવા-પીવામાં આ સપ્તાહ દરમિયાન ખૂબ જ કાળજી રાખવી નહિંતર આરોગ્ય બાબતની સમસ્યા ઊભી થાય. આ સપ્તાહ દરમિયાન કાર્ય સફળતા માટે મહેનત વધારવી અત્યંત જરૂરી બની જાય છે. આ સમય દરમિયાન પ્રવાસ લાભદાયી નીવડે. ધંધાકીયભાગીદાર સાથે મનદઃખ થાય.

મિથુન : આર્થિક લાભની તક અપાવનારું આ સપ્તાહ આપની પાસે કઠોર પરિશ્રમ કરાવે. વ્યવસાયિક ક્ષેત્રે નવિન ફેરફારો થાય તેવી શક્યતા છે. નોકરીયાત વર્ગને ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિલંબ બાદ સફળતા મળે. આ સપ્તાહ દરમિયાન જમીન-વાહનને લગતા કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ છે.

કર્ક : આ સપ્તાહ દરમિયાન સાહસભર્યા કાર્યોથી દૂર રહેવું. જીવનસાથી સાથે વાદ-વિવાદ કે મનદુઃખના પ્રસંગ ઉદભવે, માનસિક અસ્વસ્થતા પણ અનુભવાય. અણધાર્યા કાર્યો આવી પડે જેથી અત્યંત વ્યસ્ત રહેવાય. મનના ધાર્યા પ્રમાણે કાર્યો ન થાય. નાણાંભીડનો અનુભવ થાય. જૂના મિત્રો દ્વારા મદદ મળે. સંતાનસંબંધિ ચિંતા અનુભવાય.

સિંહ : આ સપ્તાહ દરમિયાન હરવા-ફરવાનો પ્રસંગ બને. અણધાર્યો લાભ મળે. કસોટીમાં પાર ઉતરશો. મહત્વના કાર્યોમાં સિધ્ધિ મળે. ધંધાકીય વિકાસના કાર્યોમાં વિલંબથી લાભ થાય. કેટલાક કાર્યોમાં પ્રેક્ટીકલ થવું પડે માટે બહુ લાગણીશીલ ન બનવું. વિશ્વાસે વહાણ ચલાવવા જતા દગાના ભોગ બનવાનો વખત આવે. ધાર્મિક કાર્યનું આયોજન થાય.

કન્યા : નવિન ભાગ્યોદૃયની તક ખુલે. સ્વજનોથી મદદ મેળવી ભવિષ્યના આયોજનો સફળતાથી પાર પાડી શકશો પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું પડે. ઉચ્ચ અધિકારીવર્ગ કે વડીલવર્ગની કૃપાદ્રષ્ટિ રહે. પરિવારને લગતા કાર્યો વિશેષ રહે. નિર્ણયશક્તિમાં ચંચળતા રહે તે બાબતે સાવધ રહેવું. મિલ્કત સંબંધી કાર્યો મહેનત બાદ સરળ બને.

તુલા : આર્થિક વ્યય બાબતે સાવધાની વર્તવા જગૃત રહેવાથી આ સપ્તાહમાં નુક્શાનીમાંથી બચી શકશો. મહત્વની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકશો. વાહનપર સવારી ટાળવી હિતાવહ છે. પરોપકારી કાર્યમાં સફળતા મળે. મનની મુંઝવણ દૂર કરનારા પ્રસંગોનું આયોજન થાય. રાજકીય કે સામાજિક ક્ષેત્રે સંભાળવું હિતાવહ.

વૃશ્ચિક : ભૌતિક સુખમાં વધારો કરનારું આ સમય કેટલીક નવિનતા સભર નીવડે. રચનાત્મક કાર્યમાં સફળતા મેળવી શકશો. અટકી પડેલું કાર્ય આકસ્મિક પૂર્ણ થઇ જાય. જાેખમી કાર્યોમાં સફળતા અપાવનાર આ અઠવાડિયું જૂના વિવાદોનું અંત આણનારું હશે. મનમાં પ્રફુલિતતા અને આનંદ આપનારું આ સપ્તાહ પારિવારીક જીવનમાં પણ ઉલ્લાસ ભરી દેશે.

ધન : પારિવારીક કે સામાજિક કાર્યોની અધિક્તા રહે. મોસાળ પક્ષથી લાભ થાય. વડિલવર્ગ સાથેના મતભેદો દૂર થાય. માનસિક વ્યથા દૂર થાય. મનની મુરાદ બર આવે. પ્રિયજન સાથે મિલન મુલાકાત સફળ નીવડે. સ્વજનોના સહયોગથી મહત્વની ચિંતા દૂર કરી શકશો. સર્જનાત્મક પ્રવૃત્તિમાં વેગ આવે.

મકર : નાણાંકીય બાબતોમાં સુધારો લાવનારું આ સપ્તાહ સમસ્યાઓનું સમાધાન કરાવી દે. નજીકના મિત્ર-વર્તુળ દ્વારા આર્થિક લાભ મળે. અધ્યાત્મિક અભિરૂચીમાં વધારો થાય. પ્રવાસ-પર્યટનની મજા માણી શકશો. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. કાર્યબોજમાં હળવાશ અનુભવી શકશો.
કુંભ : કાર્યબોજની અધિક્તાને લીધે મન તનાવગ્રસ્ત રહે તેમ છતાં પણ આયોજનો સફળતાથી પાર પાડી શકશો. કોર્ટ-કચેરીને લગતા કાર્યો ધીમી ગતિએ આગળ વધશે. રોકાયેલા નાણા છૂટા થવામાં વિલંબ થાય. વાણીમાં ઉગ્રતાનો પ્રભાવ રહે. શરીરમાં સુસ્તી અનુભવાય.

મીન : આ સપ્તાહ દરમિયાન નોકરી-ધંધામાં સખત પરિશ્રમ કરવો પડે. અપયશના ભાગીદાર બનવું પડે. જાે કે, નાણાંકીય ચિંતા દૂર થાય. રોકાયેલા નાણાં છૂટા થાય. વાણીઘર્ષણ ન થાય તેની તકેદારી રાખવી. ખટપટ્ટા કાર્યથી દૂર રહી આરોગ્યની કાળજી રાખવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.