ગૃપ ડિસ્કશનમાં સફળ થશે તો છાત્રા પરીક્ષા પે ચર્ચાના અંતિમ ચરણમાં દિલ્હી ખાતે લેશે ભાગ બનાસકાંઠાના શિક્ષણ માટે ગૌરવ ની ક્ષણ ગણી શકાય તેવી ઘટના માં “પરીક્ષા પે ચર્ચા”-2025 ના ગ્રુપ ડિસ્કશનમાં “બનાસકાંઠાની વિદ્યાર્થીની ઠાકોર સોનલબેન દશરથ ભાઈ, મોડેલ સ્કૂલ, ભાભરનું સિલેક્શન થયું છે. જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, બનાસકાંઠા. અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન કાર્યક્રમ” પરીક્ષા પે ચર્ચા”નું પ્રતિ વર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી પરીક્ષા પે ચર્ચા- ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની આઠમી કડીરૂપે પરીક્ષા પે ચર્ચા -2025 આગામી સમયમાં યોજાનાર છે.
આ કાર્યક્રમ ના “સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશન” માં મુંબઇ ખાતે ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બનાસકાંઠા ની સરકારી શાળાની વિદ્યાર્થિની ઠાકોર સોનલબેન દશરથભાઈ ની પસંદગી થયેલી છે. કુલ સાત સેશનમાં દેશભર માંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ થીમ પર ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેનાર છે. ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો આ વિદ્યાર્થીની “પરીક્ષા પે ચર્ચા “ના અંતિમ ચરણ માં દિલ્હી ખાતે ના કાર્યક્રમ માં ભાગ લેવા જશે. બનાસકાંઠા જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરશે.