થરા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી કરાઈ

થરા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી કરાઈ

પાકી દુકાનોના દબાણ ગ્રસ્ત છજ્જા- છાપરા ઓટલા સીડી દૂર કરાયા: સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.૨૭ પસાર થાય છે. અહીં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક કીમી લાંબો ઓવર બ્રિજ બે થી એકવીસ ફુટ ઉંચો બનાવી બંને બાજુ નગર વિસ્તારમાં અવરજવર માટે ફૂટપાથ સાથે સર્વિસરોડ બનાવવામાં આવેલ છે આ ફૂટપાથ પર લોકોએ કેબીન ગલ્લા છાપરાના દબાણ કરી પોતાનો ધંધો કે એ દબાણ કરેલ જગ્યા ભાડે આપી ફૂટપાથ પર જમાવટ કરતાં અને રખડતા ઢોરોને કારણે થરા વેપારી શૈક્ષણિક મથક હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળતી હતી.

ફુટપથ પરના ઢાંકણા તૂટી જતાં રિપેરિંગ કામ કરવાનું હોવાથી થરા નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ દબાણકર્તાઓને અનેક વાર નોટીસ આપી પણ એનકેન પ્રકારના દબાણો લાવી દબાણો દૂર કરવામાં આવતાં ન હતાં. થરા નગરપાલિકામાં તાલીમી આઇએ.એસ મહિલા અધિકારી મૂકતા તેમને થરા નગરની આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા પણ એમાં રાજકિય દખલગીરી થતાં તેવોએ હથિયાર હેઠાં મૂકેલા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા પોલીસ મથકે બંદોબસ્ત માંગતા થરા પોલીસ મથકના અધિકારીએ પોલીસ બંદોબસ્ત આપતાં ગઇકાલે થરા નગરમાં દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં પહેલા દિવસે કેબિન ગલ્લાના દબાણો હટાવવાની જેસીબી મશીન દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી જ્યારે બીજા દિવસે સવારે નગર તળના હાઈ વે સ્થિત પાકી દુકાનોના દબાણ ગ્રસ્ત છજ્જા- છાપરા ઓટલા સીડી દૂર કરાયા હતા.આ અંગે સ્થાનિક કેટલાક વેપારીઓ એવો આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે અમને કોઈ જાતની નોટિસ કે સૂચન થયું નથી. થોડો સમય આપ્યો હોત તો અમે છજ્જા- છાપરા ઓટલા દૂર કરી નાખત રાજકિય કાવાદાવા ચાલુ થયાં હતાં ને તેમાં કાંકરેજ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલ પત્ર વચ્ચે હાઈસ્કૂલ,પાલિકા રોડ પર દબાણ કેમ ના હટયા તે અંગે આક્રોશ વ્યકત કર્યો હતો.હવે દબાણોની જગ્યા પર ફરી દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યાનો અને રખડતા આખલા ગાયોના ત્રાસમાંથી કાયમી ઉકેલ આવે તેવું કંઈક કરે તેવી લોકોની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *