સતલાસણાના નવાવાસ રાજપુર ગામની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે જે બનાવની વિગત એવી છે કે જમીન વિવાદ મામલે પતિએ જ પોતાની પત્નીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી જ્યાં ઘટના સ્થળે જ પત્ની વિમળાબેન પરમાર નામની મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હત્યા કર્યા બાદ પતિ વિરાભાઈએ પણ ઝાડ પર રસ્સા વડે લટકી પોતાના ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હત્યા અને આત્મહત્યાના બનાવની વાત વાયુવેગે પ્રસરી જતા આસપાસથી લોકોના ટોળા મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. બનાવના સંદર્ભે તપાસ અર્થે આવેલા પોલીસે બન્ને મૃતદેહોનો કબજો મેળવી, પંચનામું કર્યા બાદ મૃતદેહોને પોસ્ટ માર્ટમ માટે સરકારી દવાખાને મોકલી હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. FSL ની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, FSL રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની વધુ તપાસ બાદ હત્યા અને આત્મહત્યાનો સમગ્ર ભેદ ઉકેલાશે અને સમગ્ર રહસ્યમયી હત્યા ઉપરથી રહસ્યનો પડદો ખુલશે.
- January 15, 2025
0
26
Less than a minute
You can share this post!
editor