દેશની રાજધાની દિલ્હીથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. ખાલિસ્તાની કેજરીવાલ પર હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ સાથે માહિતી શેર કરી છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને Z શ્રેણીની સુરક્ષા મળી છે.
અરવિંદ કેજરીવાલ આજે ઉમેદવારી નોંધાવશે
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ આજે ઉમેદવારી નોંધાવશે. તેઓ મહિલા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા જશે. કેજરીવાલ નામાંકન પહેલા વાલ્મિકી મંદિર અને હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ સવારે 10 વાગે વાલ્મિકી મંદિર જશે. આ પછી તે હનુમાન મંદિર જશે.