કચ્છમાં બીએસએફ એ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો

કચ્છમાં બીએસએફ એ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો

ગુજરાતના કચ્છ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીએ બની હતી, જ્યારે બીએસએફના જવાનોએ સતર્કતા બતાવતા એક પાકિસ્તાની નાગરિકને ભારતીય સરહદમાં ઘૂસતા પકડી લીધો હતો. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિ હરામી નાલાની ઉત્તરે આવેલા વિસ્તારમાંથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અધિકારીએ કહ્યું, 12 જાન્યુઆરીએ, બીએસએફ  સૈનિકોએ એક પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો. તે કચ્છ જિલ્લાના હરામી નાલા વિસ્તારના ઉત્તરીય ભાગથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીએસએફ જવાનોએ તેને તરત જ પકડી લીધો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બાબુ અલી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના કરો ઘુંઘરુ ગામનો રહેવાસી છે. ઘૂસણખોરીની આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત હરામી નાલા વિસ્તારમાં બની હતી. બીએસએફ એ નિવેદનમાં એમ પણ કહ્યું કે ધરપકડ કરાયેલા પાકિસ્તાની નાગરિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરહદ સુરક્ષાને લઈને તેમની તકેદારી સતત વધારી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *