વાર્તાને ચગાવતાં આવડે તો વાર્તા જામે

વાર્તાને ચગાવતાં આવડે તો વાર્તા જામે

ખાસમ ખાસ: ડૉ.ભાવેશ પંડ્યા

વાર્તા રે વાર્તા.
ભાભો ઢોર ચારતા.
ચપટી બોર લાવતા.
છોકરાં સમજાવતા.
એક છોકરું રિસાણું.
કોઠી પાછળ સંતાણું.
કોઠી પડી આડી,
છોકરાએ બૂમ પાડી.
અરર…ર માડી.

આ જોડકણું સાંભળ્યું હશે: આ જોડકણું ક્યારેક તો ગાયું કે જીલ્યું હશે. આવું તમે નાના હશો ત્યારે થયું હશે. તમારા માતા પિતા કે દાદા બાએ તમને આ સંભળાવ્યું હશે. આજના સમયમાં માતા પિતા પાસે સમય નથી. બાળક સમયસર જામી શકે એ માટે માટે પિતા એમના બાળકને મોબાઈલ આપે છે. મોબાઈલમાં જોતા જોતા બાળકો ભોજન પ્રાપ્ત કરતાં હોય છે. જીવન ટકાવી રાખવા માટે મહત્વની વ્યવસ્થમાં ભોજન મેળવવું ખૂબ જ મહત્વનું છે. આ કારણે જ આપણા ધર્મશાસ્ત્રમાં અન્નદાનને મહત્વનું દાન કહેવામાં આવે છે. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આ જ કારણે ભોજનશાળાઓનું સંચાલન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સમાજસેવી રાજુભાઈ જોષી દ્વારા વર્ષોથી કેસર સેવાને નામે તદ્દન નજીવા દરે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુરના યુવા અગ્રણી હરેશ ચૌધરી દ્વારા પણ આવું જ સેવા કાર્ય ચાલી રહ્યું છે. જીવન નિર્વાહ અને સૃષ્ટિમાં ભોજન ને મહત્વ છે. આજના બાળકો ભોજન સમયે જેઠાલાલ થી શરૂ કરી ડોરેમોન સુધીના વિડીયો પ્રોગ્રામ જુએ છે. માતા પિતા આ માટે રાજી થાય છે કે ભલે પણ એમ કરતાં છોકરું સમયસર ભોજન તો લે છે.

આની આડઅસરો અંગે ગણું લખાયું છે. પરંતુ એની સામે વિકલ્પ શું હોઈ શકે એ અંગે અનેક તજજ્ઞો જે સામાન્ય રીતે એક બાબતે સહમત થાય છે. સૌની સહમતી મુજબ બાળકોને વાર્તા કહેવી પડે. પરંતુ વાર્તાઓ કહેવી કેવી રીતે. કઈ વાર્તાઓ કહેવી. વાર્તાઓથી બાળકોનું ઘડતર કેવી રીતે થાય. સાથોસાથ આ વાર્તાઓ માટે શું ધ્યાન રાખવું એવા અનેક મુદ્દાઓ માટે કાર્યશાળાઓ થાય છે. સમગ્ર બાળ સાહિત્યના ભીષ્મ અને સમગ્ર વિશ્વમાં જેમની ઓળખ માટે એમની વાર્તાઓ જીવંત છે એવા ગિજુભાઈ દ્વારા લખવામાં આવેલ એક પુસ્તક. આ પુસ્તકનું નામ વાર્તાનું શાસ્ત્ર. ગણિત કે ભાષા શાસ્ત્ર સાથોસાથ આ વાર્તાના શાત્રને પણ માતાપિતા જાણતા થાય તો દરેક તબક્કે બાળકોના ઘડતરની સમજ એ કેળવી શકે એ માટે વર્તશસ્ત્રનો અભ્યાસ માતાપિતા કરે એ જરૂરી છે. વાર્તાઓ માટે કહી શકાય કે વાર્તા કહેતી વખતે એને ચગવાવી પડે. પતંગની જેમ વાર્તા ચગાવવા માટે જરૂરી છે અનેક વાર્તાઓનો અભ્યાસ. કોઈ એક વાર્તા સાંભળીને આપણે બીજાઓને સારી રીતે કદાચ કહી ન શકીએ. પરંતુ અનેક વાર્તાઓ વાંચ્યા અને સાંભળ્યા પછી એકાદ વાર્તા કહેવાનો પ્રયત્ન કરવાથી જેમ ચગાવેલ પતંગ આપણા હાથમાં રમે છે. એમ વાર્તા આપણે રમાડી શકીએ. આ માટે વાલીઓ અને ઘરના વડીલોએ આગળ આવવું પડશે.

અત્યારે બાળક જમતી વખતે ડોરેમોન જુએ કે જેઠાલાલ. પરંતુ શક્ય હોય તો કહેવાયેલ વાર્તાઓ જુએ એ છ વર્ષના બાળકો માટે એમના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આ માટે વાલી કે વડીલોએ બાળકને કેવી વાર્તાઓ સંભળાવવી એ નક્કી કરવું પડશે. સમગ્ર દેશમાં ગુજરાત સ્થિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરની વેબસાઈટમાં આવી વાર્તાઓ મળી શકે છે. બીજા અનેક માધ્યમો છે જ્યાંથી આવી ઉત્તમ વાર્તાઓ મળી શકે. કોરોના સમયમાં ભાવનગર સ્થિત પ્રો.રક્ષા દવેએ અનેક વાર્તાઓ ફેઇસબુકમાં લાઈવ કીધી છે. આપ પણ પ્રયત્ન કરીને પરિવારના બાળકોને વાર્તાઓ કહેવા માટે ટેવ પાડો. ચોક્કસથી બાળકના જીવનમાં પરિવર્તન આપ જોઈ શકશો.

ડૉ.ભાવેશ પંડ્યા- ગમતી નિશાળ,પાલનપુર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *