ડીસાના ઘાડા ગામમાં મરણનું ખોટું પ્રમાણપત્ર રજૂકરી વીમો લઈ ક્લેમ કરતાં ફરિયાદ નોંધાવાઈ

ડીસાના ઘાડા ગામમાં મરણનું ખોટું પ્રમાણપત્ર રજૂકરી વીમો લઈ ક્લેમ કરતાં ફરિયાદ નોંધાવાઈ

મૃત્યુ થયાના અગિયાર દિવસ બાદ વળતર લેવા જતાં વીમા કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ કરી: ડીસા તાલુકાના ઘાડા ગામના એક યુવકના મોતના અગિયાર દિવસ પછી વારસદારો દ્વારા ખાનગી કંપનીની વીમા પોલિસી લઈ રૂપિયા સાડા સાત લાખ મંજુર કરાવવા ક્લેમ્પ કરાયો હતો. ત્યારે વીમા કંપની દ્વારા તપાસ કરાવતાં મૃતકનું બે માસ અગાઉ મૃત્યુ થયું હતું. અને મરણનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં વીમા પોલિસી મેનેજરએ એક શખ્સ સહિત તલાટી સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

દશરથસિંહ પહાડસિંહ વાઘેલાના નામે ICICI PRU ટાઈમ ક્લાસિક પોલિસી દર માસે 5000 નું પ્રીમિયમ ભરવાનું હોય છે અને 7.30 લાખ રૂપિયાનો વીમો હોય છે. તેમના વારસદાર જેસળસિંગ પહાડસિંહ વાઘેલાનું નામ પોલીસીમાં દર્શાવવામાં આવ્યું હતું કે પોલિસી લીપા બાદ બે માસ રેગ્યુલર પૈસા ભરી દીધા હતા. બાદમાં દશરથસિંહ પહાડસિંહ વાઘેલાનું મૃત્યુ 3 સપ્ટેમ્બર-2020.માં થયું હોવાનું મરણનું પ્રમાણપત્ર થાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળું રજૂ કર્યું હતું.આમ પ્રમાણપત્ર રજૂ થયા બાદ કંપનીના નિયુક્ત કર્મચારી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે પોલીસીધારક દશરથસિંહ પહાડસિંહ વાઘેલાનું મૃત્યુ 2 જુલાઈ-2020 ના રોજ થયું હતું અને તેના વારસદાર જેસળસિંહ પહાડસિંહ વાઘેલા રજૂ કરી ખોટી તારીખ સાથેનું હું ખોટું પ્રમાણપત્ર ખરા તરીકે ઉપયોગ કરી ક્લેમ્પ મંજુર કરાવવા સારુ ખરા તરીકે ઉપયોગ કરતા મૃતકના વારસદાર જેસળસિંહ પહાડસિંહ વાઘેલા (રહે.થાડા) સામે બેંકના મેનેજર લવકિતકુમાર જેસભાઈ પટેલ (રહે.વિસનગર)એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે આરોપી તેમજ મરણ પ્રમાણપત્ર અંગે તલાટી સામે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *