ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા નાયબ ઇજનેરને લેખિત રજૂઆત: ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજકેબલની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ઇરાદાપૂર્વક ચાલતું હલકી ગુણવત્તાવાળું કામ અટકાવવા તેમજ તેઓ સામે કાર્યવાહી કરવા ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા નાયબ ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરી આપના વહીવટી તંત્ર દ્વારા આપેલ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામ ચાલી રહ્યું છે, જે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરી અંતર્ગત ડીપી ઓટલા જેમાં જમીન લેવલે તળિયે PCC વર્ક અને તેના ઉપર (ચણતર-પ્લાસ્ટર) ગુણવત્તા સહ ઈટ-સિમેન્ટ-રેત -પાણીનું ચોક્કસ જથ્થા મુજબ મિશ્રણ કરી કામગીરી થી નિર્માણ કરવાનું હોય છે તેમ છતા કોન્ટ્રાક્ટ દ્વારા ઈટ-સિમેન્ટ-રેત થી ડીપી ઓટલા ચણતર કામ ખૂબજ હલકી ગુણવત્તા મટીરીયલ્સ વાપર્યું છે.જે સ્થળ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, જેના કારણે ભારે વરસાદ કે અન્ય આપદા સમયે કોન્ટ્રક્ટર દ્વારા હલકી ગુણવત્તા મટીરીયલ થી બનાવેલ ડીપી ઓટલા ધરાશાઇ થઈ શકે છે .જેના કારણે માનવ સર્જિત દુર્ઘટના થી નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તેને લઈ ઉપરોક્ત બાબત અન્વયે તાત્કાલિક થયેલ કામની સમીક્ષા કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવા રજૂઆત છે.
વીજ કેબલ લોખંડના ડ્રમ જે જગ્યા પરનું કામ પૂર્ણ થયેલ તે જગ્યાઓ પર મહિનાઓ વિત્યા છતાં તેને હટોગવાની તજવીજ હાથ ધરવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે. આ બાબતે સુપ્રિટેન્ડન્ટ ઈજનેર યુજીવીસીએલ સર્કલ ઓફિસ પાલનપુર, ઈજનેર યુજીવીસીએલ ડિવિઝન ઓફિસ સિધ્ધપુર અને ઉઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલને જાણ કરાઈ છે.