ધાનેરા લાલચોક ખાતે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ પ્રતિક ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડો. મખ્ખનલાલ અગ્રવાલ, ડામરાજી રાજગોર, બળવંતભાઇ બારોટ, દિનેશભાઇ પટેલ, હરિસિહ રાજપુત, ઇશ્વરભાઇ ચૌધરી, જયેશભાઇ સોલંકી સહિત અન્ય હિત રક્ષક સમિતીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.
તમામ એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરા તાલુકાને વાવ થરાદમાં નહી પરંતુ તેને બનાસકાંઠા માં જ રાખવા માં આવે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇએ જણાવ્યું કે અમે ગાંધીનગર પહાંચી બનાસકાંઠા પ્રભારી તેમજ મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી તેમનો કોઈ નક્કર જવાબ ન આવતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે ધાનેરા તાલુકા ને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે એ જ અમારી સરકાર પાસે માંગ છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી ઉંમર થઈ છે છતાં ધાનેરા ને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય મારે રાજકીય રોટલા નથી શેકવા પણ ધાનેરા નું હિત જોવું છે. આ બાબતે ધાનેરાના અન્ય લોકોએ પણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જીલ્લામાં રાખવા માટે ઉગ્ર રજુઆતો કરતા જોવા મળ્યા હતા અને આગામી સમયમાં વધું ઉગ્ર આંદોલનની પણ ચીમકીઓ આપી હતી.