બનાસ ડેરીના દૂધના ટેન્કરની આડમાં રૂ.21 લાખથી વધુનો વિદેશી દારૂ-જથ્થા ઝડપી લેતી પાટણ એલસીબી ટીમ

બનાસ ડેરીના દૂધના ટેન્કરની આડમાં રૂ.21 લાખથી વધુનો વિદેશી દારૂ-જથ્થા ઝડપી લેતી પાટણ એલસીબી ટીમ

દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી નો પાટણ એલસીબી ટીમે પડદા ફાસ કરતાં અસામાજિક તત્વો માં ફફડાટ: પાટણના માતરવાડી પુલ નજીક થી દૂધના ટેન્કરમાં લઈ જવાતા વિદેશી દારૂ અને બિયર ના જથ્થાને પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ લાખો રૂપિયાના વિદેશી દારૂના તેમજ બિયરના મુદ્દામાં સાથે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી તહેવારોને અનુલક્ષીને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની ગુજરાતમાં હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી ઉત્તરાયણના પવિત્ર પર્વને લઈ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ની બદી ને અટકાવવા કરેલ તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસ ડેરીના દુધના ટેન્કરની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરનો જથ્થો લઈ જવામાં આવનાર છે. જે હકીકત આધારે એલસીબી ટીમે પાટણના માતરવાડી પુલ નજીક વોચ મા રહી મળેલ હકીકત મુજબ બનાસ ડેરી નું દૂધ નું ટેન્કર નંબર GJ.09AV 9361 પસાર થતાં તેને ઉભું રખાવી તલાસી લેતાં ખાલી દૂધના ટેન્કર ની અંદર વિદેશી દારૂની બોટલો અને બીયર ના ટીન મળી કુલ નંગ-14268 કિં.રૂ.21,92,910 તેમજ દૂધનું ટેન્કર અને મોબાઈલ ફોન સાથે રોકડ રકમ મળી કુલ રૂપિયા 36,98,910 ના મુદ્દા માલ સાથે નગેન્દ્ર સુરેન્દ્ર સાંકળચંદજી ખરાડી રહે.ફલાઉબરીનલા, જાયરા તા.નયાગામ જી.ઉદેપુર (રાજસ્થાન) અને ચતુર હેમજીભાઇ હાજાભાઇ રબારી રહે.હાથીદ્રા તા.પાલનપુર જી.બનાસકાંઠા વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

તો આ ગુનામાં સંડોવાયેલરતનભાઇ મગનભાઇ રબારી રહે.ભાડલી તા.દાંતીવાડા જી.બનાસકાંઠા (દારૂ ભરી આપનાર), હિરાભાઇ ધનાભાઇ રબારી રહે.જોબુટી, હાથીદ્રા તા.પાલનપુર જી.બનાસકાંઠા (દારૂ ભરી આપનાર),દેવાભાઇ ધનાભાઇ રબારી રહે.જોબુટી, હાથીદ્રા તા.પાલનપુર જી.બનાસકાંઠા ( ટેંકર માલીક)  અને દારૂનો મુદામાલ મંગાવનાર ઇસમ જેનું નામ સરનામું જણાઇ આવેલ નથી તે તમામ સામે પ્રોહિબિશન નો ગુનો નોધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ એલસીબી પોલીસ દ્વારા પાલનપુરની બનાસ ડેરીના દુધના ટેન્કરની આડમાં મોટી માત્રામાં કરાતી વિદેશી દારૂ બિયરની હેરાફેરી નો પડદા ફાસ કરતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પાટણ એલસીબી પીઆઇ આર.જી ઉનાગર સહિત એલસીબી ટીમની કામગીરીને પાટણ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ બિરદાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *