શક્તિપીઠ અંબાજી ધામને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવા માં આવી છે જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુઓ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોર નું આયોજન હાથ ધરાયુ છે. સાથે 51 શક્તિપીઠ સર્કલ થી મંદિર આગળ નો મુખ્ય માર્ગ ને અંડર ગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવર બ્રીઝ બનાવવામાં આવશે જેમાં અંડર બ્રીઝ માંથી વાહન પસાર થશે અને ઉપર થી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે આ કામગીરી ને લઇ રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલ્કતો પણ સરકાર દ્વારા રિકવિજેટ કરવામાં આવશે તેને લઇ નોટિસો પણ અપાઈ ચુકી છે જોકે આ સાથે અંબાજી ચાચરચોક અને અન્ય કેટલાક વિસ્તારના વિસ્તૃતિ કરણ ને લઇ પ્લાનવાળા અલગ અલગ નક્શાઓ ફરતા થયા છે તેને લઇ સ્થાનિક લોકોમાં ભારે અસમંજસતા જોવા મળી છે જેને લઇ કોની મિલકત રહેશે ને કોની તુટસે તેનો ભય સતત લોકો ને સતાવી રહ્યો છે ને કયા નકશા સાચા છે ને કયો વિસ્તાર પ્રથમ ડીમોલેશન કરાશે તેની જાણકારી મંદિર ટ્રસ્ટ આપે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા હતા.
જોકે અંબાજી માં સોશ્યિલ મીડિયામાં ફરી રહેલા કેટલાક નક્શાઓ ને ખોટી અફવાઓ ને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિક કલેકટર કૌશિક મોદી એ મોટો ખુલાસો કર્યો છે ને હાલ માં માત્ર અંબાજી થી ગબ્બર નું શક્તિ કોરિડોર અને અંડર ગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈજ કામગીરી હાલ તબક્કે હાથ ધરાવવાની નથી ને તેમજ સોશ્યિલ મીડિયામાં ફરતા નક્શાઓ પાયા વિહોણા છે જેને લઇ કોઈ પણ સ્થાનિક લોકો એ ખોટી અફવા માં કે ખોટા નકશામાં પ્રેરાવવાની જરૂર ન હોવાનું મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી (અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ) અંબાજી એ જણાવ્યુ છે. જોકે ગબ્બર શક્તિ કોરિડોર અને અંડર ગ્રાઉન્ડ ના પ્રથમ ફેજ ની કામગીરી 15 જાન્યુઆરી બાદ શરુ થઇ શકે છે.