અમરેલીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઈ 3 કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત

અમરેલીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઈ 3 કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત

અમરેલીમાં કલેક્ટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનો સામે તવાઈ બોલાવી, ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત 40 જેટલા ભારે વાહનો જપ્ત કરી 3 કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત કર્યો.અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં નદીઓની આસપાસની વિસ્તાર અને માર્ગો પર તપાસ કરીને 40 જેટલા બિનઅધિકૃત વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ રૂ. 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, લાઠી, રાજુલા સહિતના વિસ્તારોમાંથી આ વાહનો ઝડપાયા છે. આ વાહનોમાં ખનિજ તરીકે બલેક્ટ્રેપ પથ્થર, બેલા, રેતી જેવા મટિરિયલ ભરેલા હતા.

આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં આ પ્રકારના ગેરકાયદેસર કાર્યોને અંકુશમાં લેવાના દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. કલેક્ટર દહિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની રહી છે. આ સમસ્યાને ડામવા માટે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. આ કાર્યવાહીથી જિલ્લામાં ખનીજ ચોરી અટકશે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે તેવી આશા રાખવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *