કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા(અંબે ધામ)માં અનુસૂચિત જાતિની દીકરીની કરપીણ હત્યા કરાઈ હતી. જેને લઈને આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી.કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા(અંબેધામ)માં ગત 30 મી ડિસેમ્બરે અનુસૂચિત જાતિની દીકરી ગોરીબેન ગરવાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હતી. જે બનાવના ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા બનાવને વખોડી કાઢતા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. આ હત્યા કેસમાં તંત્ર દ્વારા આરોપીને છાવરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે એસ.આઈ.ટી.ની રચના કરી ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી. આ પ્રસંગે પાલનપુર નગર પાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, બાલકૃષ્ણ જીરાલા, અશ્વિન સક્સેના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- January 9, 2025
0
53
Less than a minute
You can share this post!
editor