ભાભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશી

ભાભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશી

દરરોજ બે હજારથી પચ્ચીસો બોરીની આવક: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રહયા છે. ત્યારે ભાભર માર્કેટયાર્ડમાં ઈન્ડી એગ્રો પ્રા.કંપની અમદાવાદ અને ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં રૂપિયા ૧૩૫૬ ના ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તા વાળી મગફળી ખરીદ કરવામા આવે છે.રોજની બે હજારથી પચ્ચીસો બોરી મગફળીના આવક છે. તેવું સંઘના મેનેજર લખુભા રાઠોડે જણાવ્યું હતું.

સરકાર દ્વારા ખેડૂતોને ખેત ઉપજના મહત્તમ ભાવ મળી રહે તે માટે અત્યારે ખેત ઉપજ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવનો લાભ લેવા માટે અહીં મગફળી વેંચવા માટે આવી રયા છે મગફળી કેન્દ્ર પર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંચાલકો દ્વારા ચા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આમ સરકારની ખેડૂતલક્ષી નિતિનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.

ભાભર તાલુકાના બલોધણના દીલીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે મગફળી સારી કોવોલિટીની હોય તો ભાવ સારા મળે છે મગફળીમાં સામાન્ય ડસ્ટ હોય તો થ્રેશરથી સાફ કરીને લેવામા આવશે.જયારે ખારા ગામના ખેડૂત નાગજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીદ કેન્દ્રમાં સારી સુવિધા છે. સરકારએ આ યોજના બહાર પાડી છે તેનાથી ખેડૂતોને પુરતા ભાવ મળવાથી ખેતી કરવી પોસાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *