પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર’ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અનુસાર પાટણ એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તાવડીયા ગામ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે વાધણા ગામે રોડ ઉપર્ આવેલ દુકાનમાં મનિષકુમાર નટવરલાલ પટેલ રહે. રાજપુર તા. સિધ્ધપુરવાળા કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને મેડીકલ લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી રહ્યા છે.
જે હકીકત આધારે પાટણ એસઓજી ટીમે વાઘણા ગામે ઓચિંતો છાપો મારી હકીકત ના સ્થળે થી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ રૂ.૫૩૩૩૦.૦૯ ના મુદ્દામાલ સાથે બોગસ તબીબ મનિષકુમાર નટવર લાલ પટેલ રહે. રાજપુર તા.સિધ્ધપુર વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.