નવા વર્ષના બીજા સપ્તાહમાં જ ઠંડી નો અસલ મિજાજ ઠંડી નો પારો એક ઓકડા માં નોંધાયો: બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં થોડા દિવસો પહેલા સામાન્ય ઘટાડા થયા બાદ બર્ફિલા પવન ફૂંકાવાના શરૂ થતા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડી જતાં સવાર સાંજ કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. હજુ આગામી દિવસોમાં ઉત્તરાયણ બાદ પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ ઠંડીમાં વધારો થતાં રવી પાકોને ફાયદો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં રાત્રિનુ તાપમાન ઉચકાતાં ઠંડીમાં ઘટાડો થયો હતો અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે સામાન્ય ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો હતો. જો કે ફરીથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો ગયો છે. ડીસાનું લઘુત્તમ તાપમાન બુધવારના ફરીએકવાર ૮.૮ ડિચી નોંધાયુ હતુ એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાનાં જ કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાત્રે કાકડતી ઠંડી પડવાની શરૂ થઈ છે. ડીસા સહિત બનાસકાંઠા ના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.
ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર વધી શકે છે. બીજી તરફ ઉત્તરાયણ બાદ પણ જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડી શકે છે. સમગ્ર જાન્યુઆરી માસ દરમ્યાન ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતાઓ રહેલી છે. ઠંડા પવનો ફૂંકાતાં હાલ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને ઉત્તરાયણના સમયે પણ પવનનું જોર યથાવત રહી શકે છે. ઠંડીમાં વધારો થતાં જ થઉં, ચરા બટાકા, જીરું, વરિયાળી સહિતના રવી પાકોને કાયદો થવાની આશા રહેલી છે.