લોકોએ પોલીસના ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનને વખાણ્યું: ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ અને બાઇક અંગે પોલીસની ટીમે તાત્કાલિક કવાયત હાથ ધરી સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા બાઈકો ભુલથી લઈ ગયેલા અને ગુમ મોબાઈલ ફોન પણ મેળવીને મુળ માલીકોને પરત આપવામાં આવ્યાં હતાં.
ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદાર હસમુખભાઈ ભારાભાઈ ઠાકોર (રહે. ધાડવડા તા. દિયોદર) પોતાનું બાઇક (નંબર જીજે ૮ ડીકે ૬૩૦૧) લઈને ભાભર બજારમાં ખરીદી અર્થે આવ્યાં હતાં. તે દરમિયાન તિરૂપતિ માર્કેટ પાસેથી બાઈક ગાયબ થઈ ગયું હતું. પરંતુ કોઈક અજાણ્યો ઈસમ પોતાના બાઈકની જગ્યાએ ભુલથી લઈ ગયો હતો. તેમજ અરજદાર વિષ્ણુભાઈ જયંતિભાઈ ઠાકોર પોતાના બાઈક ઉપર જતાં હતાં અને એન્ડ્રોઇડ ફોન ખિસ્સામાંથી રસ્તા પડી ગયો હતો .આ બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરાઈ હતી.જેથી ભાભર પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા બાઈક અને મોબાઈલ ફોન મેળવી મુળ માલીકોને પરત કર્યા હતા.આમ, ભાભર પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન સાર્થક કરી બતાવ્યું હતું.