બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ જે અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક ઘાસચારાની આડમાં ટ્રક ચાલક દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો છે જે આધારે પોલીસ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનનું ઝીણવટ ભરી તપાસ કરી રહી હતી જોકે તે સમયે દરમિયાન એક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ટ્રક નં.RJ-21-GD-7988 આવતા પોલીસે તેને બોર્ડર પર સાઈડમાં કરી તપાસ કરી હતી.
જોકે ઉપરના ભાગમાં સંપૂર્ણ ઘાસચારો ભરેલો અને નીચે ઘાસચારો હટાવી પોલીસ જોતા જ અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસ 163 દારૂની પેટીઓ સહીત 3132 દારૂની બોટલો કબજે કરી કુલ 17 લાખ 45 હજાર 76 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રતિબંધીત ગુજરાત રાજયમાં હેરાફેરી કરી વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક ચાલક હેમારામ આયદાનરામ જાટ રહે.ઘોડારણ નાગૌર રાજેસ્થાન વાળાને ઝડપી પાડી જઇ તેમજ સહઆરોપી રામકિશોર પપુરામ પ્રજાપત રહે.મંગેરીયા, જોધપુરવાળા હાજર ને મળી ન આવતા પોલીસે તેઓની વિરૂધ્ધમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તેમજ ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ 20016 ની કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.