લાખણીમાં ચાલતા વરલી મટકાના જુગારને બંદ કરાવવા લોકોની માંગ: ત્યારે તાલુકા મથક લાખણી ખાતે આવું જ એક જુગારધામ ધમધમે છે જેને વરલી-મટકા ના જુગાર ધામ તરીકે ઓળખવામાં આવે છે જેમાં રોજેરોજ બોર્ડ બેસે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીં આંકડા લખાવે છે અને જેને નસીબ હોય એને આંકડો લાગે બાકી બધાના પૈસા ગયા આમાં અનેક ગરીબ લોકો બરબાદ થઈ રહ્યા છે લાખણી પંથકમાં આ જુગારધામ પ્રખ્યાત છે અને અહીં સવારના અગિયાર વાગ્યા બાદ લોકો જુગાર રમવા માટે આવે છે અને જુગાર રમે છે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જુગાર તો ગેરકાયદેસર છે તો પછી અહીં જુગાર રમાય છે તો કેમ કાર્યવાહી કરાતી નથી..?
કે પછી હપ્તા નું સેટિંગ છે એ સવાલ લોકમુખે ચર્ચાય છે આ જુગારધામનું આખું સેટિંગ એક મોટા બુટલેગર દ્વારા કરાવવામાં આવ્યું છે. એવું પણ ચર્ચાય છે હવે જે હોય તે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં બરબાદ થાય છે એ જુગારની પ્રવૃત્તિ બંદ થવી જોઈએ જેના વિરુદ્ધ એક અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની તજવીજ હાથ ધરી છે જે આવકાર્ય છે.