રૂપિયા ૨,૩૩,૮૯૫ નો મુદામાલ અર્પણ : ઊંઝા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઇલ ફોન મૂળ માલિકોને બોલાવી આજે તેરા તુજકો કાર્યકમ અંતર્ગત અર્પણ કરવામાં આવ્યા હતા. ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ચોરી થયેલ મોબાઇલ નંગ.1 તથા ગુમ/ગેરવલ્લે થયેલ મોબાઇલ ફોન નંગ-12 એમ કુલ મોબાઇલ નંગ-13 જેની કિંમત રૂ.2,33895 /- નો મુદ્દામાલ શોધી કાઢી અરજદારો/મુળ માલીકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. સદર કામગીરી એ.એસ.આઇ હર્ષદકુમાર બેચરભાઇ તથા એ.એસ.આઇ સાહીલસિંહ નરેન્દ્રસિંહ તથા અ.પો.કો. વિજયકુમાર કાંતીજી નાઓના ટીમવર્કથી તથા સી.ડી.આર એનાલીસીસ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. આજે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત મૂળ માલિકોને તેમના મોબાઇલ ફોન અર્પણ કરવામાં આવ્યા હતા.
- January 8, 2025
0
211
Less than a minute
You can share this post!
editor