ત્રણ ડમ્પરોને 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, બે સામે કાર્યવાહી: બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર નજીકથી પાંચ ડમ્પરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ ડમ્પર ચાલકોને રૂપિયા 6 લાખનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે બે ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ચાલુ છે.
બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી સ્ટાફના માણસો ચેકિંગમાં હતા તે સમય દરમિયાન બાતમીના આધારે રતનપુર ભેમાળ પાસેથી ત્રણ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા. જેમને રૂપિયા 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ પાલનપુર એરોમા સર્કલ નજીકથી એક ડમ્પર અને અમદાવાદ હાઈવે ગઠામણ પાટીયા પાસેથી એક ડમ્પર ઝડપી લઇ તેમની સામે દંડકીય કાર્યવાહી ધરવામાં આવી છે.આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા રોયલ્ટીની ચોરી કરતા કુલ પાંચ ડમ્પરો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ વર્ષ 2023/24 માં મહેસુલી વસૂલાતમાં ગુજરાતમાં પ્રથમ નંબર હોવાનું ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.