લઘુતમ તાપમાન ઘટયું | રવિ સિઝનના પાકો માટે અનુકૂળ ઠંડીની શરૂઆત
પ્રજાજનો ને સવાર સાંજ તાપણા નો સહારો અને દિવસ ભર ગરમ વસ્ત્રોમાં જ રહેવું પડ્યું: સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં નવા વર્ષના પ્રથમ પખવાડિયામાં જ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે બરફીલા પવનોને કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન ૧૧.૯ ડિગ્રી નોંધાયું છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાનના પલટા બાદ ફરી એકવાર ઠંડી નું પ્રમાણ વધતાં જિલ્લાવાસીઓ ને દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ બની જવાની ફરજ પડી છે અને ઠેરઠેર માંડી સાંજે અને વહેલી સવારે લોકો તાપણા નો સહારો લેતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહી મુજબ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવી હતી જેને લઇ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો પણ ગગડતા ડીસાનુ લઘુતમ તાપમાન ૧૧.૯ ડિગ્રી જેટલું નોંધાયું છે ત્યારે નવા વર્ષ ના પ્રારંભે ઠંડી નો માહોલ જામતા રવિ સીઝન ના ઉભા પાકો માટે પણ અનુકૂળ ઠંડી પડવા ની પણ શરૂ થતા ખેડૂતોમાં પણ ખેતીના પાકોનું ઉત્પાદન સારું થવાની આશા બંધાઈ છે.
ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષા ને લઈ ઠંડીનુ પ્રમાણ વધ્યું: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં ઠંડીના પ્રમાણ માં ઘટાડો થયો તો પરંતુ ડબલ્યુ ડી ની અસરને લઈ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કેટલાક ભાગોમાં વરસાદને લઈ તેની સીધી અસર ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક ભાગોમાં પડતા 10 કિમી ના ઝડપે ફુગાયેલા બરફીલા પવનોને લઈ ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
ખેતીના પાકો માટે અનુકૂળ ઠંડી પડવાની શરૂ થઈ છે : ખેડૂત આ અંગે ડીસા તાલુકાના વડાવળ ગામના ખેડૂત જીતુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાછોતરા વાવેતર થયેલ બટાકા સહિત અન્ય પાકો માટે ઠંડી અનુકૂળ પડી રહી છે જેના કારણે પાછોતરા વાવેતર થયેલા પાકોને પણ આ વર્ષે સારું ઉત્પાદન થવાની ધારણા રહેલી છે જાન્યુઆરી માસ દરમિયાન ઠંડીનું પ્રમાણ યથાવત રહે તો ખેતીના પાકોનું પણ સારું ઉત્પાદન થઈ શકે છે.
ગુજરાતના કેટલા ભાગોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવી શકે છે : હવામાન નિષ્ણાતો આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોને મતે ગુજરાતમાં કેટલાક ભાગોમાં આગામી ઉતરાયણ આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે ઉત્તર ભારતમાં ફરી એકવાર મજબૂત વેસ્ટન ડીસ્ટમ્બર આવવાની શક્યતાઓને લઈ તેની અસર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ થઈ શકે છે તેના કારણે ફરી એકવાર આકાશમાં વાદળો સાથે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.