દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોના શ્વાસ થોડા સમય માટે બંધ થઈ ગયા હતા. દરેક વ્યક્તિ ગભરાઈ ગયા જ્યારે તેઓને ખબર પડી કે વિમાનનું એક એન્જિન હવામાં જ બંધ થઈ ગયું છે. પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સારા સમાચાર એ છે કે પ્લેનના તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના રવિવારે મોડી સાંજે ફ્લાઇટ 2820માં બની હતી. બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાને દિલ્હી માટે ઉડાન ભરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે પ્લેન બેંગલુરુની પરિક્રમા કર્યાના એક કલાક પછી પરત ફર્યું. એક મુસાફરે કહ્યું કે અમારી પાસે ટેક્નિકલ વિગતો નથી, પરંતુ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તેમણે એમ પણ કહ્યું કે કોઈ અપ્રિય ઘટના બની નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે