સાયબર ફ્રોડ : મહાકુંભના નકલી બુકિંગના નામે સાયબર ગુનેગારો સક્રિય

સાયબર ફ્રોડ : મહાકુંભના નકલી બુકિંગના નામે સાયબર ગુનેગારો સક્રિય

મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આસ્થાના દર્શન કરવા કરોડો લોકોની ભીડ પ્રયાગરાજ પહોંચશે. આવી ભીડને મેનેજ કરવા માટે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તમ વ્યવસ્થા કરી છે. લોકોને રહેવા માટે હોટલ, કોટેજ અને ગેસ્ટ હાઉસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. દરમિયાન સાયબર ગુનેગારો પણ ઓનલાઈન બુકિંગ દ્વારા પોતાનો ધંધો ચલાવી રહ્યા છે.

નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા, આ સાયબર ગુનેગારો તમને તમારું બુકિંગ કરવાનું કહીને તમારા એકાઉન્ટમાંથી તમામ પૈસા ચોરી શકે છે. તેનાથી બચવા માટે યુપી પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક જાગૃતિ વિડીયો શેર કર્યો છે. જેમાં કુંભ દરમિયાન ઓનલાઈન બુકિંગ દ્વારા સાઈબર ગુનેગારો લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. લોકોને ઓછા ખર્ચે રહેવા, ખાવા પીવાની અને મુસાફરીની સુવિધાની લાલચ આપીને તેઓ લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમના પૈસા પડાવી લે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *