વાવ ભાભર રોડ પર આવેલા ત્રિથગામ ગામમાં ટીટુડી નામ થી ઓળખાતા તળાવની પાળી તોડી ભુમાફિયા ઓ ખુલ્લેઆમ ખનનની ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ ભુમાફિયા ઓ ટેક્ટર ભરીને બેફામ હેરાફેરી કરી રહ્યા છે.તંત્ર ચૂપ બની તમાશો નિહાળી રહ્યું છે.આ બાબતે જવાબદાર ખાણ અને ખનીજ વિભાગ આ ભુમાફિયાઓ ની શાન ઠેકાણે લાવે તેજ જન હિતમાં છે. લોક મુખે ચર્ચાતી વાતો મુજબ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઓ ઘણા સમય થી ચાલી રહ્યું છે.જવાબદાર તંત્રઆ ભુમાફિયાઓ તરફ આંખ આડા કાન કરી રહ્યું છે. કે પછી જવાબદાર તંત્ર સુધી કટકી નો દોર પહોંચી રહ્યું છે તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.ત્યારે વાવ તાલુકામાં ચાલતી ખનીન ચોરીની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે ખાણ ખનીજ વિભાગ જાગૃત બને તે જરૂરી બન્યું છે.
- January 6, 2025
0
79
Less than a minute
You can share this post!
editor