વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, બેંગલુરુમાં HMPV નામના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.