વકફ બોર્ડના પત્રનો દુરુપયોગ કરીને રાજકોટની નવાબ મસ્જિદની દુકાનો ખાલી કરાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરીને વેપારીઓને તેમની દુકાનો પરત આપી હતી અને 9 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં એ ડિવિઝન પોલીસે નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાની સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આક્ષેપ મુજબ વકફ બોર્ડના ખોટા પત્રને ટાંકીને દુકાનોના તાળા તોડીને સામાન ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ મસ્જિદના ટ્રસ્ટીએ પોલીસની હાજરીમાં ત્રણેય દુકાનોનો કબજો દુકાનદારોને પરત સોંપ્યો હતો.
રાજકોટ વક્ફ બોર્ડના ડાયરેક્ટર આસિફ સલોતે કબૂલ્યું છે કે મસ્જિદે વકફ બોર્ડના પત્રનું ખોટું અર્થઘટન કર્યું હતું અને ખોટી રીતે દુકાન ખાલી કરાવી હતી. નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાનીએ બળજબરીથી દુકાન ખાલી કરાવી હતી. અને જે સહિત 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ફારૂક મુસાની સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હવે તમામ દુકાનો ખુલી ગઈ છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અમે હંમેશા તમારી સેવા માટે તત્પર છીએ. અમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ નાગરિક પરેશાન ન થાય. આ મામલે વક્ફ બોર્ડની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.