મનરેગા યોજના અંતર્ગત શનિવારના રોજ પાટણ તાલુકા પંચાયત હસ્તકની ૭ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મનરેગા યોજના અંતર્ગત પાટણ તાલુકા પંચાયત હસ્તક વડલી,સબોસણ, નાના રામણદા,રણુંજ, નોરતા વાંટા,નોરતા તળપદ,મીઠી વાવડી ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તાલુકા વિકાસ અધિકારી અશોકકુમાર ઠક્કર, તાલુકા મનરેગા શાખા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિબેન પટેલ દ્વારા રોજગાર લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પાટણ તાલુકા પંચાયત હસ્તક ની ૭ ગ્રામ પંચાયતોમાં આયોજિત કરાયેલા રોજગાર દિવસ ની ઉજવણી કાર્યક્રમમાં પાટણ તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીઓ, વહીવટદારો, મનરેગા શાખાના કર્મચારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.