દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. દરમિયાન, કોંગ્રેસ પાર્ટી દિલ્હીના લોકો માટે વચનોની ગેરંટી લોન્ચ કરશે. કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે દિલ્હીની જનતાને 5 મોટા વચનો આપવા જઈ રહી છે. આ વચનોને “ગેરંટી” કહેવામાં આવે છે. આ ગેરંટી 6 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી, 2025 વચ્ચે તબક્કાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.
મહિલાઓના ખાતામાં સીધા પૈસા મોકલવાઃ કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે મહિલાઓ પર ખાસ ધ્યાન આપ્યું છે. કોંગ્રેસ દિલ્હીની મહિલાઓના ખાતામાં સીધા પૈસા મોકલવાની યોજના લાગુ કરવા જઈ રહી છે.
સ્વાસ્થ્ય વીમા યોજના: કોંગ્રેસ દિલ્હીના લોકો માટે સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ કરશે.
યુવાનોને નોકરીની ગેરંટીઃ કોંગ્રેસ બેરોજગાર મતદારોને રીઝવવા માટે મોટો જુગાર રમવા જઈ રહી છે. પાર્ટી બેરોજગાર યુવાનો માટે એપ્રેન્ટિસશીપ સ્કીમની જાહેરાત કરી શકે છે.
બધા માટે રાશન: કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંક પાછી મેળવવા માટે દિલ્હીમાં બધા માટે રાશન યોજના લાગુ કરશે.
400 યુનિટ સુધી મફત વીજળીઃ કોંગ્રેસ દિલ્હીના લોકોને 400 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપવા જઈ રહી છે. જો કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ આ અંગેની જાહેરાત કરી ચૂક્યા છે.