પ્રયાગરાજના કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ યુવકની ઓળખ આયુષ કુમાર જયસ્વાલ તરીકે થઈ છે. આયુષે ‘નાસિર પઠાણ’ના નામે કુંભ મેળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. શહીદગંજ પંચાયતના વોર્ડ 4માં દરોડો પાડ્યો હતો અને ધમકી આપનાર યુવક આયુષ કુમાર જયસ્વાલની ધરપકડ કરી હતી. યુવક આયુષ કુમાર જયસ્વાલે થોડા દિવસો પહેલા નાસીર પઠાણના નામે સોશિયલ મીડિયા પર કુંભ મેળાને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
31 ડિસેમ્બરે નાસિર પઠાણ નામથી સોશિયલ મીડિયા પર કુંભ મેળાને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ પ્રયાગરાજ પોલીસે ધમકી આપનાર યુવક વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધીને આઈડી અને આઈડીનો ઉપયોગ કરનાર વ્યક્તિ અંગે વિવિધ સ્તરે તપાસ શરૂ કરી છે. પ્રયાગરાજથી આવેલી પોલીસ ટીમના અધિકારીઓએ ભવાનીપુર પોલીસની મદદથી શનિવારે શહીદગંજમાં દરોડો પાડ્યો અને ધમકી આપનાર યુવકની ધરપકડ કરી અને તેને પોતાની સાથે લઈ ગયા.